ઓસ્ટ્રેલિયા સ્થાયી થવા નવા રીજનલ વિસા અમલમાં મુકાશે

ઓસ્ટ્રેલિયન સરકારે પર્મેનન્ટ વિસા આપવાની સંખ્યામાં ઘટાડો કર્યા ઉપરાંત રીજનલ વિસ્તારો માટે બે નવા 'geographically restricted' સ્કીલ વિસા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત રીજનલ વિસ્તારોની યુનિવર્સીટીમાં અભ્યાસ પસંદ કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેટલાક પ્રોત્સાહનો અપાશે.

Immigration Cut

Immigration and population policies will be a key issue at this year's federal election Source: AAP

ઓસ્ટ્રેલિયાના બે મોટા શહેરો સિડની તથા મેલ્બર્નમાં વધી રહેલી વસ્તીને ઓછી કરવા તથા નવા રીજનલ વિસ્તારો વિકસાવવા માટે સરકાર રીજનલ વિસા અમલમાં લાવશે. જે અંતર્ગત ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડેન્સી મેળવવા માટે ઇચ્છુક વ્યક્તિએ જે-તે વિસ્તારમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષ વિતાવવા પડશે. જોકે, જે લોકો વર્તમાન સમયમાં ટેમ્પરરી એટલે કે ટૂંકાગાળા માટેના વિસા પર ઓસ્ટ્રેલિયામાં સ્થાયી છે તેમના માટે પર્મેનન્ટ રેસીડેન્સી મેળવવાનો માર્ગ થોડો મુશ્કેલ બનતો જણાય છે.

બુધવારે પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે, "વાર્ષિક 160,000 પર્મેનન્ટ વિસામાંથી 23,000 જેટલા વિસા સ્કીલ રીજનલ વિસાની શ્રેણીને ફાળવવામાં આવશે."

આ ઉપરાંત સરકાર ઓસ્ટ્રેલિયા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મેલ્બર્ન, સિડની તથા સાઉથ-ઇસ્ટ ક્વિન્સલેન્ડ બહારની રીજનલ યુનિવર્સિટીઝમાં અભ્યાસ કરવાનું પ્રોત્સાહન આપશે. રીજનલ વિસ્તારોની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનારા સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને 15,000 ડોલર સુધીની 1000 જેટલી સ્કોલરશીપ અપાશે.

રીજનલ વિસ્તારોની યુનિવર્સિટીમાંથી ડીગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને Post-study work visa અંતર્ગત પ્રોત્સાહન તરીકે વધુ એક વર્ષના વિસા અપાશે.
Traffic congestion is seen at the Hoddle Street exit of the Eastern Freeway in Melbourne
Traffic congestion is seen at the Hoddle Street exit of the Eastern Freeway in Melbourne. Source: AAP
મિનિસ્ટર ઓફ સિટીઝ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ પોપ્યુલેશનના કેન્દ્રીય મંત્રી એલન તુજે જણાવ્યું હતું કે સિડની તથા મેલ્બર્ન બહારની યુનિવર્સિટીમાં અભ્યાસ પસંદ કરનારા વિદ્યાર્થીઓ તથા નવી રીજનલ વિસા શ્રેણી દાખલ કરવાથી શહેરોમાં વધતી વસ્તી ઓછી થઇ શકશે.
 
રીજનલ વિસ્તારમાં રહેવાના વિસા મેળવીને અન્ય સ્થાને સ્થાયી થવાથી વિસાના નિયમનું ઉલ્લંઘન થશે અને જે-તે વ્યક્તિની પર્મેનન્ટ રેસીડેન્સીની અરજી મુશ્કેલીમાં મુકાઇ શકે છે.
હાલના નિયમ પ્રમાણે, પર્મેનન્ટ રેસીડેન્સી મેળવવા માટે જે-તે વ્યક્તિએ ઓછામાં ઓછા બે વર્ષ સુધી રીજનલ વિસ્તારમાં રહેવું પડે છે. બુધવારે જાહેર કરવામાં આવેલા નવા નિયમ પ્રમાણે હવે પર્મેનન્ટ રેસીડેન્સી મેળવવા ઇચ્છુક વ્યક્તિએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી રીજનલ વિસ્તારમાં રહેવું પડશે.

હાલના Skilled Employers Sponsored Regional એટલે કે Regional Sponsored Migration Scheme અંતર્ગત 9000 વિસા અપાશે જ્યારે સ્ટેટ અને ટેરીટરી સ્પોન્સર્ડ વિસા 8500થી વધારીને 14,000 કરવામાં આવ્યા છે.

આ વિસાધારકની વિસા અરજીને પ્રાથમિકતા આપવામાં આવશે અને તેમની પાસે પર્મેનન્ટ રેસીડેન્સીની તક રહેશે.
Scott Morrison and David Coleman
Prime Minister Scott Morrison and Immigration Minister David Coleman in Melbourne on Thursday. Source: SBS Punjabi / Shamsher Kainth
મિનિસ્ટર ઓફ ઇમિગ્રેશન, સિટીઝનશીપ એન્ડ મલ્ટીકલ્ચરલ અફેર્સ, ડેવિડ કોલમેને જણાવ્યું હતું કે આ પ્રકારના વિસાધારક પાસે રીજનલ વિસ્તારમાં સ્થાયી થવાની રહેશે.
"તેઓ સિડની, મેલ્બર્ન, બ્રિસબેન, ગોલ્ડ કોસ્ટ તથા પર્થ બહારના વિસ્તારોમાં કામ કરી શકશે. જો તેઓ આ નિયમનું ઉલ્લંઘન કરતા ઝડપાશે તો તેઓ તેમના વિસા ગુમાવશે અને ઓસ્ટ્રેલિયા સ્થાયી થઇ શકશે નહીં."
ઓસ્ટ્રેલિયા માઇગ્રેટ થતા લોકોની પ્રાથમિકતા પર્મેનન્ટ રેસીડેન્સી મેળવવાની હોય છે. રીજનલ વિસ્તારોમાં સ્થાયી થવાથી તેઓ પર્મેનન્ટ રેસીડેન્સી મેળવી શકશે.

જોકે, મંત્રી ડેવિડ કોલમેને જણાવ્યું હતું કે નવા માઇગ્રેશન પ્રોગ્રામ અંતર્ગત ફેમિલી વિસામાં કોઇ ફેરફાર આવશે નહીં.

સરકાર આગામી ચાર વર્ષ સુધી પર્મેનન્ટ વિસાની સંખ્યા 160,000 જેટલી જ રાખશે.

Share
Published 20 March 2019 5:55pm
Updated 1 April 2019 1:54pm
By Shamsher Kainth
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends