ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ આવક મેળવતા ટોપ-10 વ્યવસાયો - નોકરીની યાદી જાહેર

Australia's top-10 highest earning jobs.

Source: AAP/ Getty Images

ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વાર્ષિક સરેરાશ આવક મેળવતા વ્યવસાયોમાં 394,303 ડોલરની આવક સાથે સર્જન ટોચના ક્રમે, ટોપ-10 વ્યવસાયોમાંથી 5 વ્યવસાયો આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા.


ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ કમાણી કરતા વ્યવસાયોની યાદી ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ યાદી વર્ષ 2018-19માં સૌથી વધારે ટેક્સ આધારિત વાર્ષિક આવક મેળવનારા વ્યવસાયોને આધારે જાહેર કરાઇ છે.

ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસના આંકડા પ્રમાણે, દેશમાં સૌથી વધુ કમાણી કરતા વ્યવસાયોમાં આરોગ્ય આધારિત વ્યવસાયોનો સમાવેશ થાય છે. જેમાં સર્જન, સાઇકિયાટ્રીસ્ટ જેવા વ્યવસાયો ટોચના સ્થાને છે.

વર્ષ 2018-19માં ઓસ્ટ્રેલિયામાં 4150 સર્જનની વાર્ષિક કમાણી 394,303 ઓસ્ટ્રેલિયન ડોલર જેટલી હતી.

ત્યાર બાદ બીજા ક્રમે એનેસ્થેટિસ્ટનો ક્રમ આવે છે. જે - તે વર્ષે ઓસ્ટ્રેલિયામાં 3412 એનેસ્થેટિસ્ટની કમાણી 386,065 ડોલર જેટલી રહી હતી.

ત્રીજા ક્રમે ઇન્ટરનલ મેડિસીન સ્પેશિયાલિસ્ટ વ્યવસાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશમાં 9559 જેટલા ઇન્ટરનલ મેડિસીન સ્પેશિયાલિસ્ટની વાર્ષિક આવક 304,752 ડોલર રહી હતી.
Australia's top-10 highest earning jobs
Australia's top-10 highest earning jobs Source: ATO

વર્ષ 2018-19માં ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ કમાણી કરતા વ્યવસાયોની યાદી

યુનિટ ગ્રૂપ     વ્યવસાય                               વ્યવસાયિકોની    સરેરાશ આવક
2535          સર્જન                                          4150        394,303
2532          એનેસ્થેટિસ્ટ                                  3412        386,065
2533         ઇન્ટરનલ મેડિસીન સ્પેશિયાલિસ્ટ          9559       304,752
2222         ફાઇનાન્સિયર ડીલર                          4720       275,984
2534         સાઇકિયાટ્રીટસ્ટ                              3001       235,558
2539        અધર મેડિકલ પ્રેક્ટિશનર્સ                   28,404     222,933
2712       જ્યુડિશીયલ - અધર લિગલ પ્રોફેશનલ્સ   3866        188,798
2336         માઇનિંગ એન્જીનિયર                       8856        184,507
1111        CEO- મેનેજીંગ ડિરેક્ટર                    190,386    164,896
1332        એન્જીનિયરીંગ મેનેજર                      25,578       159,940

સૌથી વધુ કમાણી કરતા ઓસ્ટ્રેલિયાના ટોચના 10 વ્યવસાયોમાં આરોગ્ય ક્ષેત્ર સિવાયના અન્ય વ્યવસાયોમાં ફાઇનાન્સિયર ડીલર, જ્યુડિશીયલ - અધર લિગલ પ્રોફેશનલ્સ, માઇનિંગ એન્જીનીયરનો સમાવેશ થાય છે.

આ યાદીમાં સૌથી વધારે વ્યવસાયિકોની સંખ્યા ચીફ એક્સિક્યુટીવ ઓફિસર - મેનેજીંગ ડિરેક્ટરની છે. વર્ષ 2018-19માં ઓસ્ટ્રેલિયામાં 190,386 વ્યવસાયિકો કોઇ સંસ્થામાં ચીફ એક્સિક્યુટીવ ઓફિસર - મેનેજીંગ ડિરેક્ટરના પદે નિયુક્ત હતા.

તેમની વાર્ષિક કમાણી 164,896 ડોલર જેટલી રહી હતી.

ઇન્ટરનલ મેડિસીન સ્પેશિયાલિસ્ટમાં વિવિધ વ્યવસાયોનો સમાવેશ

ઓસ્ટ્રેલિયામાં 2539 યુનિટ કોડ ધરાવતો વ્યવસાય અધર મેડિકલ પ્રેક્ટિશનર્સની વાર્ષિક આવક 304,752 ઓસ્ટ્રેલિયન ડોલર છે.

આ વ્યવસાયમાં કાર્ડિયોલોજીસ્ટ, ઓન્કોલોજીસ્ટ, ન્યૂરોલોજીસ્ટ, ઇન્ટેન્સિવ કેર સ્પેશિયાલિસ્ટ તથા ગેસ્ટ્રોઇન્ટેરોલોજીસ્ટ જેવા વિવિધ વ્યવસાયોનો સમાવેશ થાય છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share